હેલ્થ એન્ડ વેલ્નેસ કેમ્પ દ્વારા બંદીવાન ભાઈઓ અને બહેનો માટે એચ.આઈ.વી., ટી.બી., હિપેટાઈટીસ બી અને સી તેનાજ સિફિલિસ સ્ક્રીનીંગ અને સારવારનું મોરબી જીલ્લા સબ જેલ ખાતે આયોજન કરાયું
આરોગ્ય અને પરિવાર મંત્રાલય ભારત સરકાર દ્વારા વિવિધ કસ્ટડીમાં રહેનાર માટે એક ખાસ ઝુંબેશ હેલ્થ એન્ડ વેલ્નેસ કેમ્પ દ્વારા કરવાનું નક્કી કરવામાં આવ્યું આ ઝુંબેશ નો મુખ્ય હેતુ એક સુનિશ્ચિત સમય મર્યાદામાં એચ.આઈ.વી., ટી.બી., હિપેટાઈટીસ બી અને સી તેનાજ સિફિલિસ વિશે જાગૃતી, સ્ક્રીનીંગ અને સારવારનું કરવાનું છે.
આ કેમ્પના સફળ આયોજન માટે ભારત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ, જેલ વિભાગ મોરબી, (NTEP) ટીબી વિભાગ, (NVHCP)રાષ્ટ્રીય હિપેટાઈટીસ નિયંત્રણ કાર્યક્રમ સંકલન માં રહીને ખાસ ઝુંબેશ હેલ્થ એન્ડ વેલ્નેસ કેમ્પ નું આયોજન કરેલ છે જે અંતર્ગત મોરબી સબ જેલ ખાતે આ કેમ્પ આજ રોજ તા.૧૯ મેં ૨૦૨૩ ના યોજવામાં આવેલ હતો.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણા, તેમજ સુભિક્ષા પ્રોજેક્ટના મીનાબેન પરમાર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિશા ડાપ્કું પ્રોગ્રામના ક્લસ્ટર પ્રોગ્રામ મેનેજર રાજેશભાઈ જાદવ, ICTC માંથી વસંતભાઈ પડ્સુમ્બીયા, જીલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોષી, લેપ્રસી પેરામેડીકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર તથા સિવિલ હોસ્પિટલ લેબ સ્ટાફ હાજર રહ્યા હતા તથા પ્રોગ્રામ વિષે તમામને માહિતગાર કર્યા હતા.
આ કેમ્પમાં જેલના તમામ બંદીવાનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કેમ્પમાં ચામડી રોગના નિષ્ણાંત ડૉ. યશરાજસિંહ ઝાલાએ તમામ બંદીવાનોનું સ્ક્રીનીંગ કર્યું હતું
કેમ્પને સફળ બનાવવા માટે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા જેલના સ્ટાફનો સહયોગ મળ્યો હતો.