પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ હાલમા ચાલતા આઇ.પી.એલ. મેચમા રમાતા ક્રીકેટ સટ્ટાના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે પો.ઇન્સ. પી.એ.દેકાવાડીયા તથા પો.સ્ટે.ના સર્વેલન્સ પો.સ્ટાફ પો.હેડ.કોન્સ.ભગવાનભાઇ ખટાણા તથા પો.કોન્સ. પ્રદિપસિંહ ઝાલા ને મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે મોરબી-૨ રૂષભ સોસાયટીના ગેઇટ પાસે આવેલ રહેણાક મકાનમા રેઇડ કરી હાલમાં ચાલતી ટાટા આઇ.પી.એલ. ક્રિક્રેટ સીરીજ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ તથા દિલ્હિ કેપીટલ વચ્ચે ચાલતી ટી ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન લેપટોપ/મોબાઇલ ફોનથી આઇ.ડી. ઓ બનાવી વેચાણ કરી તેમજ રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમી રમાડી આરોપીઓ પાસેથી લેપટોપ નંગ-૪ તથા મોબાઇલ નંગ-૧૭ સાથે કુલ કિ.રૂ.૨,૦૦,૪૭૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી જુગારધારા ક. ૪,૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
લેપટોપ નંગ-૦૪ તથા મોબાઇલ નંગ- ૧૭ તથા રફબુક ચોપડા નંગ-૩ કુલ કિ.રૂ. ૨,૬૦,૪૭૦/-
પકડાયેલ આરોપીઓ
(૧) અજયભાઇ કરશનભાઇ બાકુ જાતે.સોરઠીયા આહિર ઉવ.૨૭ ધંધો.પ્રા.નોકરી રહે.મુળ ખીરધર ગામ તા.તાલાલા જી.ગીરસોમનાથ
(૨) વિક્રમભાઇ નાનજીભાઇ જોષી જાતે.બ્રાહમણ ઉવ.૨૬ રહે.ભટાસણ ગામ તા.સુઇ જી.બનાસકાંઠા (૩) નિકુલભાઇ ભુરાભાઇ આશલ જાતે.બ્રાહમણ ઉવ.૨૮ મળ રહે.ખરડોલ તા.વાવ જી.બનાસકાંઠા (૪) મોન્ટુભાઈ અમૃતભાઈ જોશી જાતે.બ્રાહ્મણ ઉં.વ.૨૦ ધંધો.પ્રા.નોકરી રહે.વડાણા તાલુકો ભાભર જીલ્લો- બનાસકાંઠા (૫) મુકેશભાઇ ભાવાભાઇ ચીભડીયા જાતે.બ્રાહમણ ઉવ.૨૧ ધંધો.પ્રા.નોકરી રહે.એટા ગામ તા.વાવ જી.બનાસકાંઠા
(૬) હસમુખભાઇ શિવરામભાઇ આશલ જાતે.બ્રાહ્મણ ઉવ.૧૮ ધંધો. રહે.ખરડોલ તા.વાવ જી.બનાસકાંઠા
(૭) નવીનભાઇ ગંગારામભાઇ જોષી જાતે.બ્રાહ્મણ ઉવ.૨૦ રહે.વામી તા.થરાદ જી.બનાસકાંઠા (૮) અશોકભાઇ ભુરાભાઇ જોષી જાતે.બ્રાહ્મણ ઉવ.૨૨ ધંધો.પ્રા.નોકરી રહે.તેતરવા તા.ભાભોર જી.બનાસકાંઠા (૯) પ્રવિણકુમાર રાણાભાઇ ગામોટ જાતે.બ્રાહમણ ઉવ.રર ધંધો.પ્રા.નોકરી રહે.નેસડા તા.સુઇગામ જી.બનાસકાંઠા
પકડવાના બાકી આરોપી
પ્રેસ નોટ
(૧૦) જય લલિતભાઇ અધેરા રહે.મોરબી (૧૧) મિત જયેશભાઇ કાલરીયા રહે.રાજકોટ
આ કામગીરીમા પોલીસ ઇન્સપેકટર પી.એ.દેકાવાડીયા તથા પો.હેડકોન્સ. ભગવાનભાઇ ખટાણા તથા ચંદ્રસિંહ પઢિયાર, વિજયભાઇ ચાવડા તથા પો.કોન્સ.શક્તિસિંહ જાડેજા તથા ભરતભાઇ ખાંભરા તથા બ્રિજેશભાઇ બોરીચા તથા પ્રદિપસિંહ ઝાલા તથા રમેશભાઇ મિયાત્રા તથા કિર્તીસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ રાંકજા, કલ્પેશભાઇ ગાંભવા, યોગેશદાન ગઢવી તથા પો.સ્ટાફના કામગીરીમાં સાથે મદદમા રોકાયેલ હતા