મોરબી ની ઝિકિયારી ગામ ની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ કુબાવત બાળ સાહિત્યકાર છે. તેમના બે પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. બંને પુસ્તકને પારિતોષિક મળેલ છે. પ્રથમ પુસ્તક ‘બાળપરીની વ્યથા ‘ ને બાળ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે જ્યારે બીજા પુસ્તક ‘પરીરાણીના દેશમાં’ને અંજુ-નરસી વિશિષ્ટ સન્માન-૨૦૨૩ ઘોષિત થયું. જ્યારે તેમના ત્રીજા પુસ્તક ‘પંખીને પાંખો મળી’નું વિમોચન કાયવરણ ખાતે કરવામાં આવ્યું. આ પુસ્તક વિમોચનમાં પ્રવીણભાઈ ઠક્કર,યોગેશભાઈ ગઢવી, ગૌરવભાઈ ભટ્ટ, સતિષભાઈ વગેરેના હસ્તે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં બીજા સાત પુસ્તકોનું પણ વિમોચન થયું. આ સ્નેહમિલનમાં એકાવન જેટલા કવિઓએ પોતાની આગવી શૈલીમાં કવિતાનું પઠન કર્યું.
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી