મોરબી કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા ૭ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશિયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશ રાણીપા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.