Saturday, January 11, 2025

મોરબી જલારામ મંદિર દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબ વાહિની સેવા તથા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા તદ્ન વિનામુલ્યે પ્રદાન કરવા માં આવશે.

Advertisement

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા તથા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા સમાજ ને તદ્ન વિનામુલ્યે પ્રદાન કરવા નું નિર્ધારિત કરવા માં આવ્યુ છે ત્યારે વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની તેમજ એમ્બ્યુલન્સ મેળવવા માટે પ્રવિણભાઈ કારીયા-મો.૯૮૭૯૮૭૪૯૧૪ , ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧, હરીશભાઈ રાજા-મો.૯૮૭૯૨૧૮૪૧૫ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, વૈકુંઠ રથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, વિનામુલ્યે નેત્રમણી કેમ્પ, મેડિકલ સાધનો ની સેવા, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓની સેવા, બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, સામુહિક અસ્થિ વિસર્જન, કુદરતી આફત સમય ની સેવા સહીત ની વિવિધ સેવાઓ સમાજ ને પ્રદાન કરવા માં આવી રહી છે ત્યારે સંસ્થા દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબવાહિની તેમજ સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા વિનામુલ્યે પ્રદાન કરવાનું સંસ્થા દ્વારા નિર્ધારિત કરવા માં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW