ખાખરેચી ગામના માલધારી સમાજના આગેવાન મનુભાઈ મેવાડાની દિકરીએ બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં ૮૬.૮૬ PR સાથે ઉતીર્ણ થઈને હાઈસ્કૂલ સમ્રગ ભરવાડ સમાજ અને ગામનુ ગૌરવ વધારી મેવાડા પરીવારનુ નામ રોશન કર્યું
માળીયામિંયાણાના ખાખરેચી ગામે રહેતા માલધારી સમાજના આગેવાન મનુભાઈ દેવરાજભાઈ મેવાડાની દિકરી તાજેતરમાં લેવાયેલી ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ખાખરેચી સાર્વજનિક હાઈસ્કુલમાં અભ્યાસ કરી ૮૬.૮૬ PR સાથે ઉર્તિણ થઈને સમ્રગ મેવાડા પરીવારનુ ગૌરવ વધારી નામ રોશન કર્યું છે માળીયા તાલુકો આમ તો શૈક્ષણીક રીતે પછાત ગણાય છે પરંતુ ૨૧મી સદીના આધુનિક જમાનાની ભાગદૌડ ભરી જિંદગીમાં દિકરી દિકરો એક સમાન માનીને માં-બાપ પોતાના બાળકોને જમાનાની ભાગદોડ ભરી રફતાર સાથે દોટ મુકી શકે પગભર બની શકે તેવા ઉત્તમ વિચારોથી પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે આકાશ પાતાળ એક કરી અભ્યાસ કરાવતા હોય છે તેનો જીવતો જાગતો દાખલો ખાખરેચી ગામે રહેતા ખેડુતપુત્ર અને માલધારી સમાજના આગેવાન મનુભાઈ દેવરાજભાઈ મેવાડાએ તેઓની દિકરીઓને અભ્યાસ કરાવ્યો છે જેમા નાની દિકરી ચાર્મિએ હાલ બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થઈ છે તેમજ બીજી દિકરી પ્રિયાંસી B.edમાં હળવદ તક્ષશિલા કોલેજમાં બીએડ બીજા વર્ષમાં અભ્યાસ કરે છે તે ઉપરાંત ત્રીજી દિકરી પ્રિયંકા મેવાડા મેડીકલ BHMSમાં આર્યતેજ હોમિયોપેથી મેડીકલ કોલેજમાં મોરબી અભ્યાસ કરે છે તે સમાજ માટે ગૌરવની સાથે પ્રેરણારૂપ પ્રશંસનીય છે અત્રે ઉલ્લેખનીય છેકે મન હોય તો માળવે જવાઈ તે યુક્તિને સાર્થક કરતા ચાર્મી મેવાડાએ બોર્ડની ધો.૧૦માં ૮૬.૮૬ PR મેળવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરીને ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરી લગન મહેનતથી ધાર્યુ પરીણામ મેળવી પરીવાર સાથે ગામનુ નામ રોશન કર્યું છે મનુભાઈ દેવરાજભાઈ મેવાડા પોતે ખાખરેચી ગામના રહેવાસી છે તેઓ થોડા વર્ષો પહેલા ખાખરેચી ગામમાં કિષ્ના વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને હાલ માલધારી સમાજના આગેવાન તરીકે તેઓ કાર્ય કરતા મનુભાઈ મેવાડાની દિકરી ચાર્મીબેન મેવાડાએ ખાખરેચી ગામમાં આવેલ સાર્વજનિક હાઈસ્કૂલ અભ્યાસ કરી શાળાના સારા શિક્ષણ અને શિક્ષકોની વિધાર્થીઓ પ્રત્યેની મહેનત જાણે ફળી હોય તેમ ચાર્મી મેવાડાએ બોર્ડની ધો.૧૦ની પરીક્ષામાં પાસ થઈને ૮૬.૮૬ PR મેળવીને એક તેજસ્વી વિધાર્થીની તરીકે પરીણામ મેળવતા પિતા મનુભાઈના અરમાનો આશાઓને પુરા કરી નામ રોશન કરતા પરિવારજનોએ ખુશી વ્યકત કરીને ગૌરવની લાગણી અનુભવી હતી મનુભાઈ મેવાડા શિક્ષીત અને જાગૃત હોશિયાર વ્યકીત સાથે લાગણીશીલ સ્વભાવ ધરાવતા હોય તેઓએ દિકરી દિકરો એક સમાન ગણીને દીકરીઓ ભણી-ગણી પગભર થાય તેવા હેતુ પ્રથમ ગામમાં આવેલી ઉત્તમ શિક્ષણ આપતી સારા બેસ્ટ શિક્ષકોથી ભરપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરાવી ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર પ્રાઈવેટ સ્કુલોમાં ભણાવવી રહ્યા છે જેમની આશા એળે ન જાય તે માટે દિકરીઓ પણ પિતાના સપના સાકાર કરવા અભ્યાસમાં મન લગાવી ખરા દિલથી મહેનત કરી ઉચ્ચ ટકાવારી સાથે ઉર્તિણ થતા પરીવારજનોની ખુશી સાથે સગાવ્હાલા સબંધીઓએ દિકરી ચાર્મીને તેજસ્વી વિધાર્થીનુ બિરૂદ આપીને આગામી સમયમાં શૈક્ષણીક કારકિર્દીમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે ભરવાડ સમાજમાં ભાગ્યેજ ઉચ્ચ શિક્ષણ લેતી બહેનો ઓછી જોવા મળે છે પરંતુ મનુભાઈ મેવાડાએ પોતાની તમામ પુત્રીઓ સારૂ શિક્ષણ મેળવે તે માટે ઉચ્ચ અભ્યાસ માટે મહેનત કરતા હોય છે કેમ કે સરકારશ્રી દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનુ સૂત્ર આપ્યું છે જેને ખરા અર્થમાં મહત્વ આપી દિકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ બનતા પિતાની મહેનત શિક્ષકોનુ જ્ઞાન મન લગાવીને અભ્યાસ કરતા ચાર્મીએ ૮૬.૮૬ PR સાથે ઉર્તિણ થઈને ઝળહળતુ પરીણામ મેળવી સમ્રગ ભરવાડ સમાજ મેવાડા પરીવારનુ ગૌરવ વધારી નામ રોશન કર્યું છે તે બદલ શુભેચ્છાની વર્ષા થઈ રહી છે