વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧/૦૫ ના વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત મોરબી જિલ્લાના ખાખરાળા પીએચસી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં PHC સ્ટાફ દ્વારા પેમ્પ્લેટ વેંચી તેમજ બેનર લગાવી તમાકુ નું વ્યસન છોડાવા જાગૃત કરેલ તેમજ તમાકુ નું સેવન કરવા થી કેવા ગંભીર પ્રકારના ના રોગો થઈ શકે છે તે બાબત ની સમજણ આપી વ્યસન મુક્ત બનીએ તંદુરસ્ત રહીએ ની સમજણ આપી હતી સમગ્ર કાર્યક્રમ ની જહેમત ખાખરાળા PHC ખાતે ફરજ બજાવતા ડો.સંજય જીવાણી ,MPHS, કમલેશ ભાઈ કાલરીયા, FHS, બીનાબેન તેમજ સ્ટાફ અને આશા બહેનો, સહિત પૂરી ટીમ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી