મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય શાખાના મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી શ્રીમતી કે.જે.દવે અને ટોબેકો નોડલ તેહાન ભાઈ શેરસિયા ની સૂચના મુજબ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી નિમિતે આગામી સમયમાં તમાકુ થી થતાં ગેરફાયદા શું થાય તે માટે રાજવડલા માં ગુરુ શિબિર, ઘીયાવડ માં લઘુ શિબિર અને પ્રા.આ.કે. સિંધાવદર માં આવતાં તમામ ગામ માં જૂથ ચર્ચા નું આયોજન કરેલ જેના અનુસંધાને THO ડૉ.આરિફ અને તાલુકા સુપરવાઈઝર વી.એચ.માથકિયાભાઈ ના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ.દીશીતા મેડમ દ્વારા MPHW ની ટીમ બનાવવામાં આવી જે ટીમ દ્વારા PHC હેઠળ ગામમાં તમાકુ થી થતાં નુકશાન વિશે અલગ અલગ પ્રવુતિ કરીને આરોગ્ય શિક્ષણ આપેલ તેમાં PHC સુપરવાઈઝર પંડ્યાભાઈ દ્વારા PHC હેઠળ આવતા ગામોમાં ગ્રામજનોને પણ અપીલ કરેલ અને તમાકુ ના ખાય અને બીજા ને પણ છોડાવાની શપથ લેવડાવેલ, કેન્સર જેવા રોગ થાય તથા આર્થિક નુકશાન થાય તે વિશે સમજણ આપેલ તથા આ જુંબેશ માં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના તમાકુ નિષેધ અભિયાન ને સાકાર કરી શકીએ.