https://dag.gujarat.gov.in/sardar-patel-agriculrure-research- awardguj.htm વેબસાટ પરથી ફોર્મ મેળવી ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૩ પહેલા ફોર્મ ભરી મોકલવાનું રહેશે
કૃષિ ક્ષેત્રમાં અનેક ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં અને ઉત્પાદનમાં વધારો કરવામાં તેમજ નવીન તક્નીકો રજૂ કરવા માટે કાર્ય કરે છે. આવા પ્રગતીશીલ ખેડૂતોની આ કૃષિ ઉત્પાદનલક્ષી શોધખોળને પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તે માટે તેમના યોગદાનની કદરરૂપે કૃષિના વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર’ યોજના અમલમાં મુક્વામાં આવી છે.
પુરસ્કાર મેળવવા ઇચ્છતા ખેડૂત ભાઇ-બહેનોએ નિયત કરેલ ઉમેદવારી પત્રકમાં અરજી કરી ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૩ પહેલા મોકલી આપવાની રહેશે. આ માટેનું ફોર્મ https://dag.gujarat.gov.in/sardar-patel-agriculrure-research- awardguj.htm વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેવું મોરબી જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.