મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીએ સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા એ ઇન્સ્ટાગ્રામ યુઝર આઇ.ડી.નંબર- mukeshkoddhiyaaa માં હથીયાર સાથે ફોટાઓ અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે પોલીસ કોન્સ. સામંતભાઇ રાયધનભાઇ છુછીયા ને મળેલ બાતમી આધારે સદરહુ યુઝર આઇ.ડી. વાળા ઇસમનું નામ સરનામુ મેળવી પંચાસીયા ગામે એસ.ઓ.જી.ટીમ સાથે તપાસ કરતા નીચે જણાવેલ ઇસમ નંબર (૧) પોતે ઉંપરોક્ત યુઝર આઇ.ડી.માં બીજાના પરવાના વાળા હથિયારના ફોટા પોસ્ટ કરનાર તથા નંબર (૨) ફોટામાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :- (૧) વિક્રમભાઇ મુકેશભાઇ કોઢીયા ઉવ.૨૨ ધંધો-ખેતી રહે, પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી (૨) હંસરાજભાઇ કુંવરજીભાઇ કોઢીયા ઉવ.૬૫ ધંધો ખેતી રહે.પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબી
કબજે કરેલ મુદ્દામાલ :-
(૧) પરવાના વાળુ બાર બોર ડબલ બેરલ હથિયાર નંગ-૧ કિ.રૂ.૬૦,૦૦૦/- (ર) રેડ મી કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ. કે.આર.કેસરીયા તેમજ એએસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી તથા પો.હેડ કોન્સ. મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.