વિશ્વ સાયકલ દિવસ પર સાયકલ ચલાવવાના ઇતિહાસ અને સ્વાસ્થ્ય લાભો
શરીરને ફિટ રાખવા માટે સાયકલ જરૂરી છે. સાઇકલિંગ ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. આ દિવસ લોકોને સાયકલના મહત્વ વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે.
સાયકલ ચલાવવાથી શારીરિક જ નહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે.
– આ એક સારી કસરત છે.
– આ હ્રદય, રક્તનળી અને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
* રોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી પેટની ચરબી ઓછી થાય છે અને ફિટનેસ જળવાય છે
* શરીરના સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.
* સાયકલ ચલાવઆથી ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને થાકને કારણે સારી ઊંઘ આવે છે
* સાયકલ તનાવના સ્તર અને હતાશાને પણ ઘટાડે છે
* સાયકલ ચલાવીને અતિરિક્ત ચરબી ખૂબ સરળતાથી બાળી શકાય છે
* સ્વાસ્થ્યની સાથે સાથે સાઈકલ તમારા પૈસા બચાવવાનુ પણ કામ કરે છે.
આજે તા. ૩ જુન ના રોજ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં આરોગ્ય કર્મચારીઓ *MPHW જયદીપભાઈ પટેલ,* *CHO તઝમીનબેન ગઢવાળા,* *FHW જુવેરીયાબેન ખોરજીયા,* *આશાવર્કર હંસાબેન ચાવડા* તથા *હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા* હાજર રહ્યા હતા