મોરબીના મકનસર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પી.ટી પરેડનુ આયોજન કરવામા આવેલ જે દરમ્યાન પોલીસ અધિક્ષક,મોરબીની આજ્ઞાનુસાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથકની હાજરીમા મોરબી ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરવામા આવેલ હતુ જેમા જીલ્લાના પોલીસ કર્મચારીને જીલ્લામાં બનતા આગના બનાવો સમયે ફાયર વિભાગની ટીમ આવે ત્યા સુધી તકેદારીના ભાગરૂપે શુ કરી. શકાય તે અંગે માહિતગાર કરવામા આવેલ તેમજ ફાયર વિભાગ દ્વારા ઉપયોગમા લેવામા આવતા અત્યાધુનીક વાહન તથા સાધનો અંગેની માહિતી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા આપવામા આવેલ હતી.
તેમજ જીલ્લાના પોલીસ કર્મચારીઓ પાસે આગના બનાવો બને તેવા સમયે તકેદારીના ભાગરૂપે કરવામા આવતી બચાવ કામગીરીનુ ડેમોસ્ટ્રેશન કરાવવામા આવેલ સદરહુ મોકડ્રીલ દરમ્યાન પી.એસ.ગોસ્વામી,નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, પી.એલ.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ, . એસ.એમ.ચૌહાણ રીઝર્વ પોલીસ ઇન્સપેકટર, પોલીસ હેડ કવાર્ટર,મોરબી તથા અલગ અલગ પો.સ્ટે ના અધિકારીઓ તથા ૧૭૦ જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા.