Saturday, January 11, 2025

નમો વડ વન, વન કવચ, પવિત્ર ઉપવન અને મીશન લાઈફ યોજનાઓ હેઠળ વન વિભાગ બનાવી રહ્યું છે હરિયાળું મોરબી

Advertisement

વન વિભાગની વિવિધ યોજનાઓ અને ઉપક્રમો થકી મોરબીને હરિયાળું બનાવવા સરકાર પ્રયત્નશીલ

ચાલો મોરબીને હરિયાળું બનાવીએ, ખરા અર્થમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ

ગુજરાતે હરિયાળું અને સાચા અર્થમાં ગ્રીન ગુજરાત બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી વન વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓ અને ઉપક્રમો હેઠળ મોરબીને હરિયાળું બનાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં ૨૧,૧૬૬ હેક્ટર વિસ્તારમાં અનામત વન વિસ્તાર આવેલો છે. જેની જાળવણી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જિલ્લામાં સામાજિક વનીકરણ હેઠળ ૬ નર્સરીઓ આવેલી છે, જેના દ્વારા વિવિધ પ્રકારના રોપાઓનો ઉછેર કરી તેનું વાવેતર અને વિતરણ કરવામાં આવે છે. આગામી સમયમાં જિલ્લામાં ૧.૫ લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

સરકારની નમો વડ વન યોજના અન્વયે ટંકારાના કલ્યાણપર ખાતે પ્રભુચરણ આશ્રમ પાસે અને મોરબીના મકનસર ખાતે મકનસર પાંજરાપોળ મધ્યે ખાડા, વાહતુક, તકતી અને બાંકડા મૂકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત મકનસર પાંજરાપોળની બાજુમાં ૧ હેક્ટર વિસ્તારમાં તથા મકનસર ખાતે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ૨ હેક્ટર વિસ્તારમાં વન કવચ યોજના લાગુ કરવામાં આવી છે. મોરબી તાલુકાના કેરાળી ગામ ખાતે પવિત્ર ઉપવન તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં રોપા વાવેતર, બાળ ક્રીડાંગણ, આરામ માટે બાંકડા વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મિશન લાઈફ હેઠળ તાજેતરમાં જ ૫ જેટલી કિશાન શિબર અને ૯ જેટલી સાઈકલ રેલીનું આયોજન કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબી વન વિભાગ દ્વારા ઝાઝા હાથ રળિયામણા વિચારને ધ્યાનમાં રાખી સમગ્ર જિલ્લાવાસીઓને મોરબીને હરિયાળું બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW