મોરબી,ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલ માસમાં પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવામાં આવી હતી આ પરીક્ષામાં બિલિયા પ્રાથમિક શાળાના ધોરણ પાંચમાંના પચીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ પૈકી 16 સોળ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતો દેખાવ કરી સમગ્ર ગુજરાતમાં મોરબીનું ગૌરવ વધારેલ છે,શાળાના આચાર્ય,વર્ગ શિક્ષક અને મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી કિરણભાઈ કાચરોલાએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે,ધોરણ પાંચના વિષય શિક્ષકોને ધન્યવાદ આપ્યા છે.