Friday, January 10, 2025

મોરબી: બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લાના અધિકારી/કર્મચારીઓએ હેડક્વાર્ટર છોડવું નહીં

Advertisement

*કોઈ આકસ્મીક ઘટના કે બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કન્ટ્રોલ રૂમના નંબર ૦૨૮૨૨-૨૪૩૩૦૦ પર જાણ કરવી*

હવામાન ખાતા તરફથી તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ના દરમિયાન જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. જેથી તકેદારીના ભાગરૂપે દરીયાઇ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારની નજીક રહેતાં/ધસતાં લોકોને સાવચેત કરવા તથા અસરગ્રસ્ત લોકોની સાથે સતત સંપર્કમાં રહી જરૂર જણાય તો સ્થળાંતર કરવા સુચના આપવામાં આવી છે. જેથી તમામ અધિકારી/કર્મચારીઓએ તેમના કાર્યક્ષેત્રમાં સાવચેતીનાં પગલાં લેવા અને તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, મહેસૂલી તલાટીશ્રીઓ, તથા તલાટી કમ મંત્રીશ્રીઓ(પંચાયત) તેઓના હેડકવાર્ટર ખાતે ફરજિયાત હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. કોઈ આકસ્મીક ઘટના કે બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કન્ટ્રોલ રૂમના નંબર ૦૨૮૨૨-૨૪૩૩૦૦ પર જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

વધુમાં ઉકત સુચનાનું પાલન ન કરનાર અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ સામે ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૦૩ની કલમ ૩૮(૧) મુખ્ય કાયદેસરની કાર્યવાહી હાથ પરવામાં આવશે. જેની તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછારની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW