(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબીના ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સંયુક્ત મોરચા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર માં ભાજપ ની સરકાર ને નવ વર્ષ પૂરા થયા છે ત્યારે ભાજપ દ્વારા “સંપર્ક થી સમર્થન” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં કેન્દ્ર ની મોદી સરકારની નીતિઓ અને યોજનાઓ ના ફાયદાઓ અને સિદ્ધિઓ વિશે જાણકારી આપવામાં આવી છે આ સંમેલનમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોદી સરકાર જેવી રીતે રોકેટ ગતિએ વિકાસના કામ કરી રહી છે તે વિશે ગ્રામજનોને જાણકારી આપી હતી જ્યારે જેપી જેશ્વાણી એ કેન્દ્ર ની નરેન્દ્ર મોદી સરકાર ના સફળ નેતૃત્વને નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ સરકારની કામગીરી અને વિકાસના કામો વિશે જાણકારી આપી હતી આ તકે મોરબી મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઈ વાંસદળિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારિયા, રિસીપ કૈલા, બચુભા રાણા તેમજ વિવિધ મોરચા ના હોદેદારો કાર્યકરો સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો હજાર રહ્યા હતા સંયુક્ત મોરચા સંમેલન નું આયોજન ટીંબડી ગામના પૂર્વ સરપંચ રમેશ ભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું