સ્પર્ધકો ૧૪ જૂન સુધી ફોર્મ ભરી શકશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજય દ્વારા યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ સ્પર્ધા ભાઈઓ-બહેનો માટે યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ઓમ શાંતિ પ્રિ સ્કૂલ ની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી કચેરીએ જમા કરાવવાના રહેશે.
આ સ્પર્ધામાં ‘એ’ ગ્રુપમાં ૯ થી ૧૯ વર્ષ વય જુથના, ’બી’ ગૃપમાં ૨૦થી ૩૫ વર્ષના, ‘સી’ ગૃપમાં ૩૬ થી ૬૦ વર્ષના અને ‘ડી’ ગૃપમા ૬૦ વર્ષથી વધુના વયના તમામ ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર -(૧) ૭૪૦૫૨૫૮૫૧૩ (૨) ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા રમત વિકાસ અધિકારી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.