હવામાન ખાતા તરફથી તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ દરમિયાન મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. વાવાઝોડા એલર્ટ અંતર્ગત સાવચેતીના ભાગરૂપે મેડીકલ ઈમરજન્સી માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓને રેપીડ રીસ્પોન્સ ટીમમાં ફરજ સોંપવામાં આવી છે.
જનરલ સર્જન (ટીમ લીડર) માટે ડો.મનીષ ભાટિયા, ડો. ભાર્ગવ વસિયાણી, ડો.યશ છનિયારા અને ડો.જયદીપ ભીમાણીને એનેસ્થેટીસ્ટ માટે ડો.રાજેન્દ્ર લોરિયા, ડો.હર્ષિલ શાહ, ડો.એમ.ડી. માંકડિયાને ઓર્થોપેડીક સર્જન માટે ડો. એકાન્કી બંસલ, ડો. સાગર ખાનાપરા, ડો. સાગર હરણીયા, ડો.સુકાલીન પટેલને તેમજ ફિઝિશિયન માટે ડો.ચિરાગ આદ્રોજા, ડો. હિતેષ કંઝારિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ડોક્ટર્સ/ટીમ મેમ્બર્સએ અધિક્ષક / આરએમઓ ની સુચના રાહત બચાવની કામગીરી કરવાની રહેશે.