આમરણની આસપાસના ૭ ગામોના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડી મેડિકલ ચેકઅપ કરાયું
મોરબીના આમરણ ગામ ખાતે સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે આમરણ પી. એચ. સી. સેન્ટર ખાતે મેડિકલ ઓફિસરશ્રી જાગૃતી ગાંભવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આમરણની આસપાસના ૭ ગામો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં આવતા હોય ટીમ દ્વારા પૂર્વ તૈયારીના ભાગ રૂપે ગ્રામજનોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે.
આમરણ પી.એચ. સી. સેન્ટર દ્વારા ગ્રામજનોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડા દરમિયાન પી. એચ. સી. આમરણ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવનાર છે. ૨ એમ્બ્યુલન્સ પણ પી. એચ. સી. આમરણ સેન્ટર ખાતે તૈયાર રાખવામાં આવી છે. અને જરૂર પડયે સહકાર માટે અન્ય ટીમો પણ તૈયાર રાખવાંમાં આવી છે.