મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે જિલ્લા વહિવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાના સહયોગથી આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. મોરબીમાં સોલંકી નગર અને ઝીંઝુડા ગામ ખાતે આશ્રયસ્થાનની આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ૩૪ આશ્રિત લોકોના હેલ્થ ચેક અપની કામગીરી કરવામાં આવી હતી.