અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ મોરબી જિલ્લાના ગંભીર ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા અટક કરવાના બાકી આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની અસરકારક કામગીરી કરવા એલ.સી.બી.મોરબીના પોલીસ ઇન્સ., ડી.એમ.ઢોલ ને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અંગે અસરકારક કામગીરી કરવા પો.સ.ઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતાં તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના પૃથ્વીસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, તથા દશરથસિંહ ચાવડાને હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૮૨૧/૨૦૨૩ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪(૧)(૩),પ(ગ) મુજબના ગુનાના કામે સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપીઓ હાલ કચ્છના લોદ્રાણી ( વેણુસર વાંઢ ) તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે રહેતા હોવાની ચોકકસ બાતમીના અનુસંધાને હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે અટક કરવાના નીચે જણાવેલ બે આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે રજી. થયેલ લેન્ડગ્રેબીંગના ગુનાના કામે નાસતા ફરતા બે આરોપીઓ હસ્તગત કરવામાં સફળતા મળેલ છે.
– પકડાયેલ આરોપીઓના નામ સરનામા : –
(૧) વશરામભાઇ રામજીભાઇ બોડાણા ઉ.વ. ૫૦
(૨) મનસુખભાઇ રામજીભાઇ બોડાણા ઉ.વ. ૪૫ રહે. બન્નેહાલ લોદ્રાણી (વેણુસર વાંઢ) ડાયાભાઇ રૂડાભાઇ બાયડના મકાનમાં ભાડેથી તા.રાપર જી. પૂર્વ કચ્છ ગાંધીધામ મુળ રહે. ઉંચીમાંડલ તા.જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-
ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS। શ્રી કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.