Friday, January 10, 2025

મોરબીની શ્રેયસ વિર્ધાલય દ્વારા નાના બાળકોને સ્લેટ અને મોટી વિર્ધાર્થીની ઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું

Advertisement

મોરબીની નામાંકીત અને લુહાર સમાજ મોરબીનાં સેવાભાવી સાથે સમાજના સામાજિક કાર્યકર સાથે લુહાર સમાજ મોરબીના પ્રમુખશ્રી જેઓ માસ્ટરશ્રી નાં ઉપનામે ઓળખાય છે તે શ્રી ધીરૂભાઈ પ્રાગજીભાઈ પિત્રોડા જે શ્રેયસ વિર્ધાલયનાં મુખ્ય સંચાલકશ્રી છે તેમનાં દ્વારા નાના બાળકોને (LKG/UKG) સ્લેટ અને સ્લેટ પેનનું વિતરણ કરી સ્ટુડન્ટના વાલીઓને સ્લેટનું મહત્વ સમજાવી જાણકરી આપી હતી કે આજના યુગમાં જ્યારે ભણતરની જરૂરિયાત દરેક વસ્તુ મોંઘી થતી જાયછે ત્યારે ચાર થી છ વર્ષનું બાળક પ્રાથમિક રિતે નોટબૂક કે ચોપડાનું મહત્વ કે ઉપયોગ બરોબરનો સમજતું હોઈ જે મોંઘા ચોપડા સ્વભાવિક રીતે ફાડી તોડી વેડફી નાખે છે અને વાલીઓને ખોટા ખર્ચ થતાં હોઈ ત્યારે સ્લેટ જે અગાઉ આજથી 20 વર્ષ પૂર્વ સુઘી સ્કૂલમાં વપરાતી તેમનું આ યુગમાં પણ આગવું મહત્વ હોય જેબિન જરૂરી નોટબુકો નાં ખર્ચ સાથે સાથે બાળકોને પ્રાથમિક શિક્ષક માટે પણ મહત્વનો ભાગ ભજવે છે માટે સ્કુલ દ્વારા અમો સ્લેટનો વપરાશ ફરી શરૂ કરીએ છીએ તેવી માહિતી વાલીઓને આપી હતી, અને ત્યાર બાદ ધોરણ છ થી આઠ ધોરણની સ્કૂલની સ્ટુડન્ટ વિર્ધાર્થીની ઓને સેનેટરી પેડનું વિતરણ કરી શાળાના આચાર્યશ્રી શ્રીમતી જ્યોતિબેન પિત્રોડાએ બાળાઓની માતાને સેનેટરી પેડનાં વિશે જાણકારી આપી વિતરણ કરાયું હતું..

આ કાર્યક્રમમાં શ્રેયસ વિર્ધાલય દ્વારા LKG/UKG નાં આશરે 75 થી વધુ બાળકોને સ્લેટ તથા સ્લેટ પેનનું વિતરણ કરાયુ હતું, જયારે ધોરણ છ થી આઠ ની આશરે 50 થી વધુ બાળાઓને સેનેટરી પેડનું વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા જોકે સ્કૂલના સંચાલકશ્રી નિલેશભાઈ ધીરૂભાઈ પિત્રોડા સાથે શાળાની શિક્ષિકા સ્ટાફે અનેરો સહયોગ આપ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW