સંસ્કૃત ભાષાના ગૌરવ અને પ્રસાર-પ્રચારના વર્ધન માટે સંસ્કૃત ભારતી-ગુજરાત દ્વારા દર વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.જેમાં પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રવાહીકા અને પ્રમોદીકા એમ ચાર તબક્કામાં પરીક્ષાનું આયોજન થાય છે.જેમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો પણ આ પરીક્ષામાં પરીક્ષાર્થી તરીકે સામેલ થાય છે. તેમાં વર્ષ 2022- 23 માં સૌથી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરી પરીક્ષામાં સંખ્યાની દ્રષ્ટિએ નાલંદા વિધાલયે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રાંતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે,જે વિદ્યાર્થીઓ અને વાલી તેમજ શિક્ષકગણ માટે અને સાથે મોરબી માટે ગૌરવની ક્ષણ છે.ગયા વર્ષે પણ નાલંદા વિધાલય દ્વિતીય ક્રમે રહી હતી. પ્રથમ ત્રણ આવનાર સંસ્થાઓને આવતી 19 તારીખે અમદાવાદ ખાતે પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવશે