વાહ એમજ ડોકટર ને ભગવાન નું સ્વરૂપ માનવામાં નથી આવતા હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે બીપરજોઈ વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે ત્યારે મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વાવાઝોડામાં ઈજા થયેલ તમામ વ્યક્તિઓની સંપૂર્ણ તપાસ અને રીપોર્ટસ ફ્રી માં કરી આપવામાં આવશે તેમજ ઓપરેશનો રાહત દરે કરી આપવામાં આવશે.
વધુમાં ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડીકલ ડિરેક્ટર ડૉ વિનોદ કૈલા તેમજ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ પ્રહલાદ ઊઘરેજા એ વધુ જણાવ્યું છે કે વાવાઝોડા અસરગ્રસ્ત દર્દીઓ માટે 50 બેડ તેમજ 40 બેડ, આમ ટોટલ 90 બેડ ફાળવવામાં આવ્યા છે અને તે બેડ વાવાઝોડા અસરગ્રસ્ત દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે.
કુદરતી આફતો વખતે, એ પછી કોરોના એપિડેમિક્સ હોય કે પછી ઝુલતા પુલ દુર્ઘટના, ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હંમેશા મોરબીની જનતાની સેવા માટે મોખરે હોય છે.
બંને હોસ્પિટલના તમામ ડોક્ટરો તેમજ સ્ટાફગણ આ વિકટ સમય દરમિયાન 24 કલાક ઉપલબ્ધ રહેશે અને હાઈ એલર્ટ મોડમાં રહેશે.
ઈમરજન્સી માટે કોન્ટેક્ટ નંબર:-
ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
સનાળા રોડ,
મહેશ હોટેલ ની પાછળ
ફોન નંબર:-9725530301
(02822)224491,224492,227222
શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
રામધન આશ્રમ ની સામે,
મહેન્દ્રનગર રોડ,
મોરબી -2
ફોન નંબર: 9727527555