બીપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠેથી પસાર થઈ ગયું હોય સામાજીક સંસ્થાઓ અસરગ્રસ્તોની વ્હારે આવી છે અને સ્થળાંતરિત કરાયેલા લોકો માટે રહેવા જમવાની સુવિધા કરી રહી છે ત્યારે મોરબી તાલુકાના ઘૂંટુ ગામે સરપંચના માર્ગદર્શન હેઠળ ગામના આગેવાનોએ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને સમજાવીને ગામની શાળાઓમાં સ્થળાંતરિત કર્યા હતા અને 300 જેટલા સ્થળાંતરિત લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે હવે તો વાવાઝોડાનું સંકટ ટળ્યું છે પરંતુ આજે પણ તમામ લોકો માટે ગામના આગેવાનો દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.