Saturday, January 11, 2025

મોરબી: પીજીવીસીએલ તેમજ માર્ગ અને મકાન (ઇલેક્ટ્રિકલ)ની ટીમે મહત્વની કચેરીઓ ખાતે વીજ પૂરવઠો જાળવી રાખ્યો

Advertisement

મોરબી જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન તેમજ સર્કિટ હાઉસ ખાતે વાવાઝોડાના પગલે પાવર બેક-અપ માટે કરાઈ હતી જનરેટરની વ્યવસ્થા

વાવાઝોડાના પગલે ક્યાંક નુકસાન થાય અને વીજ પુરવઠો ખોરવાઈ જાય ત્યારે જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં અવરોધ ન આવે તે માટે પીજીવીસીએલ તેમજ માર્ગ અને મકાન (ઇલેક્ટ્રિકલ) દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં પીજીવીસીએલનો સ્ટાફ તેમજ માર્ગ અને મકાન (ઇલેક્ટ્રિકલ)નો સ્ટાફ શિફ્ટ વાઈઝ ૨૪ કલાક કાર્યરત હતો.

વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાના પગલે ગત ચાર-પાંચ દિવસ દરમિયાન કંટ્રોલરૂમની સાથે મહત્વના વિભાગો રાઉન્ડ ક્લોક શરૂ રાખવામાં આવ્યા હતા. ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે જિલ્લા સેવાસદન, તાલુકા સેવા સદન અને સર્કિટ હાઉસ ખાતે પાવર બેક-અપ માટે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માટે શિફ્ટ વાઈઝ માર્ગ અને મકાન (ઇલેક્ટ્રિકલ) તેમજ પીજીવીસીએલના સ્ટાફને નિયુક્ત કરવામાં આવ્યા હતો.

પાવર બેકઅપ માટે જનરેટરની વ્યવસ્થા અને મોનિટરિંગની કામગીરીમાં પીજીવીસીએલના એન્જિનિયર પી.જે. દલસાણીયા, માર્ગ અને મકાન વિભાગ (ઇલેક્ટ્રિકલ)ના એન્જિનિયર જે.કે. ગોહેલ, પીજીવીસીએલના એન્જિનિયરશ્રી ડી.એન. ભીલા, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટશ્રી કેતનભાઇ વરગીયા, લાઈનમેનશ્રી ભરતભાઈ ડામોર, આસિસ્ટન્ટ લાઈનમેનશ્રી દિનેશભાઈ ડાભી અને દશરથભાઈ પઢારીયા તેમજ માર્ગ અને મકાન વિભાગ (ઇલેક્ટ્રિકલ)ના વાયરમેન સર્વશ્રી ઝાલા કિશોરસિંહ, સંજય ઝાંબુકિયા, નિતીન ગોહેલ, ભાર્ગવ લાડવા તેમજ શૈલેષ બારડ વગેરેએ મહત્વની ભૂમિકા ભજવી આ પાવર બેક અપની વ્યવસ્થા જાળવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW