મોરબી શહેર વિસ્તારમાં નીકળનાર અષાઢી બીજની રથયાત્રા અન્વયે આજરોજ એરીયા ડોમિનન્સ અંતર્ગત જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હોય, જેમાં નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામી તથા એ ડીવીજન, બી ડિવીઝન, મોરબી તાલુકા તથા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ટ્રાફિક શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયેલ હતા.
આ રથયાત્રા રુટ ઉપર આવતા વેપારીઓને ટ્રાફિક નિયમન માટે જરુરી તકેદારી રાખવા સુચનાઓ આપેલ.
રથયાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય એ માટે જરુરી સુચનાઓ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આપેલ હતી.