મોરબી તાલુકાના ગાળા ગામે બનેલા નવા બ્રીજનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકાના ગાળા ગામે ૧૨,૪૪,૦૦૦ ના ખર્ચ નવા બનેલા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ વેળાએ ભાજપના ઉદ્યોગ સેલ સભ્ય દીપકભાઈ અંદરપા, તાલુકા પંચાયતના સભ્ય દિલીપભાઈ દલસાણીયા, ગાળા ગામના સરપંચ મનસુખભાઈ કુંડારીયા તથા ગામના તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.