ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સંચાલિત વિશ્વ યોગ દિવસની તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળોએ ૨૧મી જૂનના રોજ ઉજવણી કરવામાં આવનાર છે.
વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ થીમ પર યોગ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. તો ૨૧મી જૂનના રોજ પ્રત્યેક ગામ તેમજ પ્રત્યેક ઘર આંગણે સવારે ૬:૩૦ થી ૭:૪૫ દરમ્યાન લોકો યોગમાં જોડાય તે જરૂરી છે.
જિલ્લામાં તમામ તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળ પર યોગ દિવસ અન્વયે કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત મોરબી તાલુકા કક્ષાની ઉજવણી પટેલ સમાજ વાડી શનાળા ખાતે, મોરબી નગરપાલિકા કક્ષાની ઉજવણી મણી મંદિર મોરબી ખાતે, હળવદ નગરપાલિકા કક્ષાની મહર્ષિ ગુરુકુળ ખાતે તથા હળવદ તાલુકા કક્ષાની અમૃત સરોવર સાઈટ સાપકડા ખાતે, માળિયા તાલુકા કક્ષાની હોથી હાઇસ્કુલ ખાતે, ટંકારા તાલુકા કક્ષાની આર્ય વિદ્યાલય ખાતે, વાંકાનેર તાલુકા કક્ષાની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે, વાંકાનેર નગરપાલિકા કક્ષાની ઉજવણી નગરપાલિકા કેમ્પસ ખાતે કરવામાં આવનાર છે તેવું તાલુકા કક્ષા યોગ સમિતિ ના સભ્ય સચિવ અને પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી સત્યજીત વ્યાસ તેમજ બુધાભાઈ નાકીયાએ જણાવ્યું છે.