Saturday, January 11, 2025

સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું

Advertisement

આજરોજ (તા.19 જુન 2023) ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાત ના સહયોગથી “આષાઢષ્ય પ્રથમદિવસે 2023” સંસ્કૃતોત્સવ યોજાયો. જેમાં ગુજરાત સરકારના વર્તમાન મંત્રીમંડળ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કુલપતિ, જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
અષાઢવાસના પ્રથમ દિવસે ઉજવાતા આ કાર્યક્રમમાં દર વર્ષે વિવિધ પ્રકારના સન્માનો આપવામાં આવે છે .
જેમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં બાળકોને સંસ્કૃત ભાષા માટે જાગૃત કરવા અને પ્રોત્સાહિત કરવામાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં સાર્થક વિદ્યામંદિરે પ્રથમ ક્રમનું સન્માન મેળવેલ છે.
જેમાં માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરભાઈના વરદ હસ્તે સંસ્કૃત ભારતી અને સંસ્કૃત અકાદમી દ્વારા સાર્થક વિદ્યામંદીર તરફથી આ સન્માન સ્વીકારવા કિશોરભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા.
..જે શાળા અને મોરબી માટે ગૌરવની ક્ષણ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW