યોગા એ આપણી 5000 વર્ષ કે તેથી વધુ વર્ષ પહેલાની જૂની સંસ્કૃતિ છે. આપણા ચાર વેદો, ચાર ઉપવેદ ,છ ઉપાંગાસ અને છ સબ ઉપાંગાસછે એમાંથી એક યોગ છે .જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંયોગ છે. યોગના આદી ગુરુ તરીકે શિવ ગણાય છે .મહર્ષિ પતંજલિ યોગા વિશે સમજણ આપનાર ગુરુ હતા. આમ તો આપણે યોગાને માત્ર શારીરિક રૂપમાં જ જોઈએ છીએ, પરંતુ યોગના અલગ- અલગ ઘણા પ્રકાર છે .ભક્તિ યોગા, કર્મયોગા ,હટ યોગા, રાજ યોગા ,મંત્રા યોગા ,નાડ યોગા ,લાયા યોગા ,શિવ યોગા વગેરે- વગેરે. યોગાના આઠ પેટા અલગ પ્રકાર છે યમ, નિયમ, આસાન ,પ્રાણાયામ ,ધારના, પ્ર રથિયારા, ધ્યાન ,સમાધિ વગેરે. દરેક યોગા નો સામાજિક અને ધાર્મિક જીવન સાથે માર્મિક અર્થ સંકળાયેલો છે. શારીરિક રૂપમાં છે એ આસન હોય છે માનસિક અને ધાર્મિક માટે ધ્યાન અને સમાધિ વગેરે હોય છે. પહેલાના સમયમાં ગુરુકુળમાં રાજાશાહી લોકોને જ યોગા શીખવાડવામાં આવતા હતા. પછી સમય જતા અલગ- અલગ ગુરુએ તેનો બહુ પ્રચાર કર્યો અને તે એક સામાન્ય વ્યક્તિ માટે પણ શક્ય બન્યું .દરેક યોગા વિશેનું વિશિષ્ટ મહત્વ અને તેના વિશે ભગવત ગીતામાં પણ ઉલ્લેખ થયેલો છે .યોગા ભારતની સંસ્કૃતિનું પ્રતીક છે તેનો ફેલાવો બધી જગ્યાએ થાય છે.
યોગાના મહત્વને સમજીને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જીની ભલામણ થી યુએન દ્વારા 21 જૂનને ઇન્ટરનેશનલ યોગા દિવસ તરીકે જાહેર કર્યો .21 જૂન જે વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને સાથે તેને યોગા દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે.
યોગા શબ્દને આપણે સંકુચિત કરી નાખ્યો છે અથવા માત્ર વજન ઘટાડવાના અર્થમાં લઈ લીધો છે એમ કહીએ તો પણ ચાલે. ખરેખર, આસન એટલે કે પોસ્ટર એ વજન ઘટાડવા માટે ઉપયોગમાં છે. માનસિક સંતુલન અને એકાગ્રતા કેળવવા ધ્યાન જરૂરી છે. યોગા એટલે વિચાર કાર્ય અને વાસ્તવિકતા નો તાલમેલ છે .યોગા એટલે આવડત, કાર્ય અને ભાવનો સમન્વય છે .તમે જે પણ કાર્ય કરો છો તે યોગા સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલ છે. તમે ઓફિસમાં કામ કરો છો કે રસોડામાં એ તમે એકાગ્રતાથી કરો છો ધ્યાન યોગા કહેવાય છે. તમે કુદરતને જે પ્રતિભાવ આપો છો લોકોને જ પ્રતિભાવ આપો છો તે ખુશી યોગા કહેવાય છે. ટૂંકમાં ,માનવીની હાર્ડમારી વાળી જીવનશૈલીમાં યોગા વરદાન રૂપ છે .યોગાથી માત્ર વજન ઘટાડવાનો નહીં ,પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિકનો અનુભવ કરવા, દુનિયામાં તાલમેલ સાધવા, પ્રતિભાવ આપવા યોગા જરૂરી બની રહે છે.
ચાલો, આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે યોગા માત્ર યોગ દિવસના જ નહીં પરંતુ આખું વર્ષ કરવાનો પ્રયત્ન કરીશું .યોગા થી થતા ફેરફારને માણીશું અને અનુભવીશું.
ટૂંકમાં,” યોગા એ માત્ર શારીરિક પ્રવૃત્તિ નથી પરંતુ શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉપચાર છે”
(લેખિકા:મિતલ બગથરીયા)