ગૃહમાં રખાયેલા બાળકોની ખાસ સંભાળ રાખવા સૂચના આપી
મોરબીમાં જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અધ્યક્ષશ્રી પી.સી. જોષી અને ફૂલ ટાઈમ સેક્રેટરીશ્રી બી.એસ. ગઢવીએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલયની મુલાકાત લીધી હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી પી.સી. જોષીએ જિલ્લામા જુવેનાઈલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ ૨૦૧૫ અંતર્ગત નોંધાયેલ કેસો નિર્દિષ્ટ સમય મર્યાદામાં કેસોનો યોગ્ય અને ઝડપી અને નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રીએ પ્રોટેક્શન હોમ (વિકાસ વિદ્યાલય)ના સ્ટાફને ગૃહમાં રખાયેલા દીકરીઓની ખાસ સાર-સંભાળ રાખવા સૂચના આપી હતી અને દીકરીઓ ને તેમના ઘર જેવું યોગ્ય શિક્ષણ, સલામતી, ખોરાક તેમજ સારું વાતાવરણ પૂરું પાડવા પણ નિર્દેશ આપ્યો હતો.
આ મુલાકાત દરમિયાંન બાળકોને શિક્ષણનું મહત્વ, જીવનમાં રમત-ગમતનું મહત્વ તેમજ કાયદાકીય માર્ગદર્શન આપેલ હતું. બાળકોને મળતી તમામ સુવિધાનુ નિરિક્ષણ પણ કરેલ અને બાળકો વધુ ને વધુ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી આગળ વધે તેમ શુભેચ્છાઓ પાઠવેલ હતી.
વિકાસ વિદ્યાલયની મુલાકાતમાં જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અધ્યક્ષશ્રી પી.સી. જોષી સાથે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મોરબીના સેક્રેટરીશ્રી બી.એસ ગઢવી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. વિપુલ શેરશિયા, સંસ્થાકીય અધિકારીશ્રી રિતેશભાઈ ગુપ્તા, અધિક્ષકશ્રી નિરાલીબેન જાવીયા, પ્રતિનિધિશ્રી દમયંતીબેન નિમાવત તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.