પ્રવર્તમાન સમયે ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી માનનિય નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર ને ૯ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હોય સમગ્ર દેશ માં ભારતિય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ૯ વર્ષ ની વિકાસ ગાથા ને ઉજવવામાં આવી રહી છે. તે અંતર્ગત મોરબી મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમાં શહેર ભાજપ, જીલ્લા ભાજપ તેમજ પ્રદેશ ભાજપ ના અગ્રણીઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી શહેર ના પ્રબુધ્ધ નાગરિકો નુ સંમેલન ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પ્રદાન કરતા સામાજીક અગ્રણીઓનું સન્માન મોરબી-માળીયા મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા કરવા માં આવ્યુ હતુ.
આ તકે વર્ષ ના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના *હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, દીપકભાઈ પોપટ, અમિતભાઈ દક્ષિણી, રમણીકભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા,જયંતભાઈ રાઘુરા, અરવિંદભાઈ સોમૈયા, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ ગોવાણી,જીતુભાઈ કોટક, મનોજભાઈ ચંદારાણા, સંજયભાઈ હીરાણી, સચીનભાઈ કાનાબાર, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, ભાવનાબેન સોમૈયા, ચંદ્રિકાબેન માનસેતા, ભારતીબેન ચતવાણી, રીનાબેન ચૌહાણ, પ્રિતીબેન ચંદારાણા,નયનાબેન મીરાણી, રશ્મિબેન કોટક* સહીત નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે હરહંમેશ સેવાકાર્ય માં અગ્રેસર તેમજ વર્ષ ના ૩૬૫ દીવસ બંને ટાઈમ સદાવ્રત ચલાવનાર વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરનાર મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની સેવા ને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ બિરદાવી હતી તેમજ ઉપસ્થિત રાજકીય અગ્રણીઓના વરદ્ હસ્તે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓને સેવાકાર્ય બદલ સન્માનિત કર્યા હતા.