મોરબી સીટી એ ડીવીજન વિસ્તારમાંથી વિદેશી દારૂ તથા કાર મળીકુલ કિ રૂ.૫,૨૬,૫૧૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળેલ કે ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે.રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧ ક્રીષ્ના સ્કુલ પહેલા વાળો પોતાની બ્રેઝા કારમા ઇગ્લીશદારૂ રાખી હેરફેર કરે છે. તેવી બાતમી મળતા બાતમીના આધારે રેઇડ કરતા બાતમી વાળી કારમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૫૬ કિ.રૂ.૨૬૫૧૦/- નો મુદામાલ મળી આવતા તેમજ આરોપી હાજર નહી મળી આવતા ઇગ્લીશ દારૂની બોટલો તેમજ બ્રેજા કાર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.