.
શ્રી ચારણ ગઢવી સમાજ મોરબી અને યુવા ટીમ દ્વારા મોરબી ખાતે પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં ના મંદિર તેમજ સમાજ વાડી નું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે લિમિટેડ દાતા અને કાર્યકરોની ટીમ દ્વારા આ ખૂબ જ કપરું કાર્ય ટૂંકા સમયની અંદર પાર પાડવામાં આવ્યું છે ત્યારે શ્રી ચારણ ગઢવી સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા મોરબી ચારણ ગઢવી સમાજ ને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે ઉપરાંત સોનલ માં ના મંદિર તથા સમાજવાડી ના નિર્માણ કરવા માટે યુવા ટીમનું સન્માન કરવામાં આવ્યું છે.
મોરબી ખાતે ખૂબ જ ટૂંકા સમયમાં મોરબી ચારણ ગઢવી યુવા ટીમ દ્વારા પરમ પૂજ્ય આઈ શ્રી સોનલ માં ના ભવ્ય મંદિર અને સમાજવાડી નું નિર્માણ કરવામાં આવ્યું હોય જેમાં આ ટીમના કાર્યકરો દ્વારા ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હોય અને આ ખૂબ જ કપરા કાર્યને ટૂંકા સમયમાં પાર પાડવામાં આવ્યું હોય અને આવું ભગીરથ કાર્ય કરી આવનાર પેઢીને એક નવી દિશા આપી હોઈ ત્યારે શ્રી ચારણ ગઢવી સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ના ટ્રસ્ટીઓ દ્વારા મોરબીની આ યુવા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.