એક મુલાકાત
સંબંધોની દોરી ને મજબૂત કરતી મુલાકાત
સાદાઈ માં સોળે શણગાર કરતી મુલાકાત
કરમાયેલી લાગણીમાં તાજગી લાવતી મુલાકાત
મૌન માં પણ અઢળક વાચા આપતી મુલાકાત
તું , હું ભૂલીને ‘ આપણે ‘ બનાવતી મુલાકાત
અનરાધાર પ્રેમ વરસાવીને ભીંજવતી મુલાકાત
એક નાનકડા સ્પર્શથી આલિંગન સુધી ની મુલાકાત
‘ હીર ‘ દુનિયાદારી નો બોજ ભૂલાવતી એક મુલાકાત
– હિરલ રામાનુજ ( હીર )