Sunday, January 12, 2025

મોરબી ના પાનેલી ગામ પાસે થી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઇસમોને ઝડપી લેતી SOG

Advertisement

મોરબી વાંકાનેર હાઇવે પર આવેલા પાનેલી ગામના પાટીયા પાસે સર્વીસ રોડ પરથી રૂપીયા ૬,૪૨,૦૦૦/- ના મેફેડ્રોનના કોમર્શીયલ જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા ૭,૧૯,૪૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયા છે.

એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે એ.એસ.આઇને બાતમી મળેલ કે, સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે.ચંન્દ્રપુર માર્કેટીંગ યાર્ડ સામે વાંકાનેર વાળો તથા રજાકભાઇ આમદભાઇ ઘાંચી રહે. માધાપર મોરબી વાળા બંન્ને અવાર નવાર સાંજના સમયે દરીયાલાલ હોટલ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પાસે આવેલ પાનેલી રોડ જે મોરબી વાંકાનેર નેશનલ હાઇવેના સર્વીસ રોડ પર ભેગો થાય છે તે સર્વીસ રોડ પર પાનેલી જવાના રસ્તામાં ખુણા પાસે માદક પદાર્થ પાવડર પોતાના ગ્રાહકોને આપવા જાય છે. અને આજે તે એક નંબર વગરના હોન્ડા સાઇન મોટર સાયકલ લઇ પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર લઇ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે સર્વીસ રોડ ઉપર પોતાના તેના ગ્રાહકોને વેચાણ કરવા જનાર છે. જે મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઇ વોચ તપાસમાં રહેતા સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોય ઉવ.૪૨ રહે. ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ પાસે તા.વાંકાનેર જી.મોરબી. મુળ આરબ જમાતખાના પાસે, કાલાવડ નાકા બહાર જામનગર
તથા રજાકભાઇ ઉર્ફે લાલો આમદભાઇ પરમાર ઉવ.૫૦ રહે. માધાપર-૧૪ મોરબી તા.જી.મોરબીવાળા પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૬૪.૨૦ ગ્રામ કિ.રૂ. ૬,૪૨,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૩,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૪૪૬૦/- તેમજ હોન્ડા સાઇન નંબર પ્લેટ વગર મોટર સાયકલ કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ રૂ.૭,૧૯,૪૬૦/-ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ., એક્ટની કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમોને ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. તેમજ તપાસ દરમ્યાન અન્ય એક શખ્સ જુનેદભાઈ હનીફભાઇ પરમાર રહે. માધાપર શેરી નં -૫ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW