મોરબીના નાની વાવડી રોડ બજરંગ સોસાયટીમાં કારમાંથી વિદેશી દારૂની ૧૩૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે રવિભાઇ જીતેન્દ્રભાઇ પાલા રહે.મોરબી નાનીવાવડી રોડ બજરંગ સોસાયટી વાળો પોતાના ઘરની બહાર એસન્ટ કાર રજીસ્ટર નં.GJ-05-CP-0039 વાળી કારમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરેછે. જેથી બાતમીના આધારે મોરબી વાવડી રોડ બજરંગ સોસાયટીમાંથી બાતમી વાળી કારમા આરોપી મળી આવતા સદરહુ કારમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૪૯,૫૦૦/- નો મુદામાલ તથા એસન્ટ કાર રજી નં.GJ05-CP-0039 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૪૯૫૦૦/- સાથે આરોપી રવીભાઇ જીતેન્દ્રભાઇ પાલા ઉ.વ.૨૭ રહે.મોરબી નાનીવાવડી બજરંગ સોસાયટીવાળોને ઝડપી પાડી તેમજ ઇગ્લીશ દારૂ આપનાર આરોપી ભરતભાઇ કાનજીભાઇ ચાવડા રહે. રવાપર રોડ, સદગુરૂ સોસાયટી-૦૧ વાળો હાજર નહી મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.