મોરબી: કેન્દ્ર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જુદા જુદા રાજયોની પોલીસ એક બીજા રાજયમા જઇને સાંસ્કૃતીક સામાજીક વિવિધતાથી વાફેક થાય તથા રાજય પોલીસની કાર્યપધ્ધતીઓથી અવગત થાય તે હેતુથી છત્તીસગઢ રાજયથી ૧૫ પોલીસ જવાનો ગુજરાત રાજયની રાજકોટ રેન્જ ખાતે તા.૨૬/૦૬/૨૦૨૩ થી તા.૧૫/૦૭/૨૦૨૩ સુધી આવેલ છે.જે અંતર્ગત રાજકોટ રેન્જના મોરબી જીલ્લા ખાતે તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ ચાર દિવસ પોલીસ માળખાથી અવગત થશે.
જે અંતર્ગત તા.૪/૭/૨૦૨૩ ના છત્તીસગઢ રાજયના ૧૫ પોલીસ જવાનો અત્રેના મોરબી જીલ્લા ખાતે આવતા છત્તીસગઢ રાજ્યના પોલીસ જવાનોનુ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં સ્વાગત કરી, ગુજરાત પોલીસ ની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપેલ ત્યારબાદ રીઝર્વ પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ચૌહાણ દ્વારા તમામ જવાનોને પોલીસ વેલ્ફેર તથા SPC અંગેની કાર્યપધ્ધતીથી વાફેક કરવામા આવેલ હતા. ત્યારબાદ એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ દ્વારા PPT દ્વારા તમામ જવાનોને એલ.સી.બી તથા એસ.ઓ.જી શાખાની કામગીરી અંગે માહિતી આપવામા આવેલ ત્યારબાદ તમામ જવાનોને મોરબી જીલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર “નેત્રમ” ની મુલાકાત કરાવવામા આવેલ અને કમાન્ડ એન્ડ કંટ્રોલની કામગીરી તથા ટ્રાફિક ચલણ અંગેની જાણકારી આપવામા આવેલ ત્યારબાદ બપોરના ભોજન લીધા બાદ તમામ પોલીસ જવાનોને પોલીસ હેડ કવાર્ટર ખાતે રીઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ. એમ ચૌહાણ તથા લાઇઝનીંગ ઓફિસર એમ.બી.સરવૈયા નાઓ દ્વાર હેડ કવાર્ટર ખાતેની જુદી જુદી બ્રાંચોની મુલાકાત તથા કામગીરીથી વાકેક કરવામા આવેલ જેમા હાજરી શાખા, એકાઉન્ટ શાખા, આર્મરર વર્કશોપ તેમજ કલોધીંગ શાખા તેમજ રાસગાર શાખા ખાતેના હથીયારોની માહિતી આપવામા આવેલ ત્યારબાદ પોલીસ હેડ કવાર્ટર ખાતેના ડોગ સ્કોડ તથા બી.ડી.ડી.એસ શાખા તેમજ એસ.ટી શાખાની કાર્યપધ્ધતીઓથી વાકેફ કરવામા આવેલ.ત્યારબાદ એફ.એસ.એલ અધિકારી દ્વારા એફ.એસ.એલ ની કામગીરી અંગે વિસ્તૃત સમજ આપવામા આવેલ.