Friday, January 10, 2025

મોરબીની બિલિયા શાળામાં બાળકોએ બનાવી સ્વાદિષ્ટ વાનગી

Advertisement

મોરબી,આજના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ મેળવે એટલું જ પૂરતું નથી પણ વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરે એ ખુબજ જરૂરી છે, પ્રવર્તમાન સમયમાં સારા પ્લામ્બરની જરૂર છે, સારા કડીયાની જરૂર છે, સારા રસોયાની પણ જરૂર છે,સારા સંગીતકાર,ગાયક,વક્તા આવા બધા જ વ્યવસાયકારો ખુબજ સારૂં કમાય છે ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ધો.6 થી 8 માં વૉકેશનલ ટ્રેનિંગની વ્યવસાયલક્ષી શિક્ષણની જોગવાઈ કરેલ છે ત્યારે બીલીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ છ થી આઠના બાળકો દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોએ ચણા ચાટ, પાણી પુરી,ભેલ, ભુગરા બટેટા , વેજીટેબલ સેન્ડવીચ,મિની પિઝા વગેરે વાનગી બનાવવામાં તમામ બાળકોએ ભાગ લીધો તે બદલ તમામ વિદ્યાર્થીઓને કિરણભાઈ કાચરોલા આચાર્ય તેમજ તમામ શિક્ષકોએ ધન્યવાદ પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW