મોરબી રવાપર ઘુનડા રોડ ઉમા બંગલોઝના ખુલ્લા વંડામા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર ઘુનડા રોડ ઉમા બંગલોઝના ખુલ્લા વંડામા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો સુરેશભાઇ કરશનભાઇ ભટાસણા ઉ.વ.૬૦ રહે.મોરબી રવાપર રોડ રીલાયન્સ-૧ એપાર્ટમેન્ટ બ્લોકનં.૬૦૨, કાંતીભાઇ જેરામભાઇ લો ઉ.વ.૫૮ રહે. મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલની બાજુમા ઓમસાંઇ એપાર્ટમેન્ટ બ્લોકનં.૨૦૩, દામજીભાઇ વાલજીભાઇ કાસુન્દ્રા ઉ.વ.૭૨ રહે.મોરબી રવાપર રોડ અક્ષય સોસાયટી અવધ એપાર્ટમેન્ટ બ્લોકનં.૨, લીંબાભાઇ સવજીભાઇ કુંડારીયા ઉ.વ.૬૨ રહે.મોરબી રવાપર રોડ શીવશકિત સોસાયટી વિહાન વિલા-બી-૭, ડાયાભાઇ હરીભાઇ બાવરવા ઉ.વ.૭૩ રહે.મોરબીરવાપર રોડ રામસેતુ એપાર્ટમેન્ટ બ્લોકનં.૪૦૨ મુળરહે.મોડપર તા. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૦૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.