વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવા માં આવે છે ત્યારે મોરબી ના મીનાબેન જલ્પેન્દ્રભાઈ કાવર ના માતુશ્રી સ્વ. શારદાબેન ધનજીભાઈ શેરસીયા નુ તાજેતર માં અવસાન થતા તેમના દીકરી મીનાબેન જલ્પેન્દ્રભાઈ કાવર, જમાઈ જલ્પેન્દ્રભાઈ મગનભાઈ કાવર તથા ભાણેજ પ્રાચીબેન જલ્પેન્દ્રભાઈ કાવર દ્વારા સદ્ગત નાં સ્મરણાર્થે સદાવ્રત માં મહાપ્રસાદ યોજવા માં આવ્યો હતો. આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહીત ના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.