Friday, January 10, 2025

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા ઘટક ૧ માં વાનગી સ્પર્ધા યોજાઇ

Advertisement

૨૦૨૩ આંતરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી ઘટક ૧ ખાતે આંગણવાડી કેન્દ્રો ના વર્કર બહેનો દ્વારા વાનગી સ્પર્ધા યોજાઇ હતી
જાડા અનાજ તરીકે ઓળખાતા મિલેટ ‘બાજરી’માં અલગ-અલગ માત્રામાં ફાઇબર્સ હોય છે, આ ડાયેટરી ફાઇબર દૈનિક દિનચર્યા જેમ કે આંતરડાની કાર્યક્ષમતા, બ્લડ સુગર નિયંત્રણ વગેરેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેથી આંગણવાડી વર્કર બહેનો દ્વારા વિવિધ વાનગીમાંથી પોશકવર્ધક અને સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી મીલેટસ ના મહત્વ વિશે વર્કર બહેનો ને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી મોરબી ઘટક ૧ ખાતે મીલેટ શ્રી ધાન્ય પોષણ અંગે સપથ લેવડાવવા આવ્યા હતા

સુયોગ્ય પોષણ એ તંદુરસ્તી નો મુખ્ય આધાર સ્તંભ છે.

ભારત એ ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે.અહીં ચોખા,ઘઉં ઉપરાંત બાજરો,જુવાર,રાગી,સાંબો વગેરે શ્રી ધાન્ય(મીલેટ)નું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

– શ્રી ધાન્ય એ વિવિધ ફાઈબર,વિટામિન્સ તેમજ મિનરલ્સનો ભંડાર છે. રોજબરોજ ના ખોરાકમાં વિવિધ મિલેટ નો ઉપયોગ કરવામાં આવે તો મેદસ્વીતા,એનીમિયા,કેન્સર,ડાયાબીટીસ,પાચનને લગતા રોગોથી બચી શકાય છે.

• માટે હું શપથ લઉં છું કે હું જંક ફૂડ થી દુર રહીશ તેમજ કુપોષણ ને દુર કરવા અઠવાડિયામાં એક વાર અચુક મિલેટસ નો ઉપયોગ કરીશ તેમજ મારા સંપર્કમાં આવતા લોકોને તેમના ઉપયોગ કરવા પ્રેરિત કરીશ.

– તેમજ કુપોષણ ને દુર કરી સુપોષિત સમાજ તેમજ રાષ્ટ્રના નિર્માણ માં સહભાગી થઈશ. અમે સાથે સપથ લેવડાવ્યા હતા

આ કાર્યક્રમ ને સફળ બનવા માટે મોરબી ઘટક ૧ ના સીડીપીઓ વર્ષાબેન સોલંકી અધ્યક્ષ સ્થાને અનિલ ભાઈ કોરડીયા મદદનીશ ખેતી નિયામક મોરબી થતાં પાયલ બેન ડાંગર, દિવ્યાબેન ભોરણીયા અને જાગૃતિ બેન પરમાર તમામ મુખ્ય સેવિકા બેન નિમેષ ભાઈ પરમાર, મહિપત સિંહ, ગ્રામ સેવક કૃપાલી બેન,nfsm ટેક. આસી. શીતલ બેન વાઘેલા,રાઠોડ સંજયભાઈ તથા મોરબી ઘટક નો તમામ સ્ટાફ હજાર રહી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW