સુયોગ્ય પોષણ એ તંદુરસ્તી નો મુખ્ય આધાર સ્તંભ છે.
ભારત એ ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે.અહીં ચોખા,ઘઉં ઉપરાંત બાજરો,જુવાર,રાગી,સાંબો વગેરે શ્રી ધાન્ય(મીલેટ)નું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે.
– શ્રી ધાન્ય એ વિવિધ ફાઈબર,વિટામિન્સ તેમજ મિનરલ્સનો ભંડાર છે. રોજબરોજ ના ખોરાકમાં વિવિધ મિલેટ નો ઉપયોગ કરવામાં આવે તો મેદસ્વીતા,એનીમિયા,કેન્સર,ડાયાબીટીસ,પાચનને લગતા રોગોથી બચી શકાય છે.
મિલીટ્સ વર્ષ ૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આઈસીડીએસ મોરબી ઘટક -૨નો ઘટક કક્ષાનો કાર્યક્રમ પોલીસ લાઇન આંગણવાડી કેન્દ્ર ખાતે સેજા કક્ષાએ વિજેતા થયેલ આંગણવાડી કેન્દ્રોના વર્કર બહેનો દ્વારા વાનગી સ્પર્ધા તેમજ વાનગી નિદર્શન યોજાયેલ.મોરબી ઘટક-૨ ના સેજા કક્ષાએ વાનગી હરીફાઈમાં વિજેતા થયેલ કુલ ૧૫ આંગણવાડી વર્કર બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો જેમાં નિર્ણાયકો દ્વારા પ્રથમ નંબર જીગ્નાબેન એમ.ઉપાધ્યાય બીજો નંબર નારણિયા તેજલબેન આર.ત્રીજો નંબર ત્રિવેદી દિવ્યાબેન સી. નો આવ્યો હતો વિજેતા થયેલા વર્કર બહેનોને પ્રમાણપત્રો આપીને સન્માનીત કર્યા હતા અને જિલ્લા કક્ષાએ ઉત્સાહ થી ભાગ લઈ વિજેતા થઈ આવવા આહવાન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું સ્વાગત અનોખી રીતે જારના ડંડા થી કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ મોરબી ઘટક-૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં અનિલભાઈ કોરડીયા મદદનીશ ખેતી નિયામક મોરબી, રાહુલ કોટડીયા તાલુકા હેલ્થ ઓફિસર મોરબી,મહિપતસિંહ ચિત્રા ગ્રામસેવક ,ભરતસિંહ ચૌહાણ ગ્રામસેવક, નિમેષ પરમાર ગ્રામ સેવક, કૃપાલી બેન nfsm ટેક. આસી., કિરણબેન જાકાસણીયા નાયબ ચિટનીસ, ક્રિષ્નાબેન પરમાર મુખ્ય સેવિકા, રમીલાબેન ગજિયા મુખ્ય સેવિકા તથા મોરબી ઘટક નો તમામ સ્ટાફ હાજર રહી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને પ્રત્યેક વ્યક્તિ સુધી પોષણ યુક્ત વાનગીઓ વિશે વાત પહોંચે તેવી વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી





