Saturday, January 25, 2025

ઘુડખર અભ્યારણમાં મીઠું પકવતા અગરિયાઓએ મોરબી કલેકટરને આવેદનપત્ર આપ્યું

Advertisement

ઘુડખર અભયારણ્યમાં પેઢી દર પેઢી મીઠું પકવા અગરિયાઓ હેરાન થયા છે ઘુડખર અભયારણ્ય જાહેર કર્યા પછી સર્વે સેટલમેન્ટ પ્રક્રિયા શરુ કરી હતી જોકે કેટલાક અગરિયાઓ પાસે પૂરતા દસ્તાવેજ કે રેકર્ડ નથી અને અગરિયાના નામો ના હોવાથી તેઓ મીઠું પકવવા જઈ સકતા નથી જેથી માળિયા અને હળવદ તાલુકાના અગરિયાઓએ આગેવાનોને સાથે રાખી મોરબી જીલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માળિયા તાલુકા પ્રમુખ મણીલાલ સરડવા સહિતના આગેવાનોને સાથે રાખીને માળિયા અને હળવદ તાલુકાના અગરીયાઓએ આવેદન આપી જણાવ્યું છે કે કચ્છનું નાનું રણ ઘુડખર જાહેર કર્યા પછી સર્વે-સેટલમેન્ટની પ્રક્રિયા સપ્ટેમ્બર ૧૯૯૭ માં શરુ કરવામાં આવી હતી સમગ્ર પ્રક્રિયા દરમીયાન ગામમાં વસતા અગરિયા પરિવારો સ્થળાંતર કરી રણમાં ગયેલ હોવાથી તેમની રજૂઆત કરી શક્યા નથી કચ્છના નાના રણને લગતા કોઈપણ પ્રકારનું રેવન્યુ રેકર્ડ ગામના દફતરે ના હોવાથી અગરિયાઓ પાસે તેમના પરંપરાગત અધિકારોના સમર્થનમાં કોઈ દસ્તાવેજી પુરાવા કે રેકર્ડ નથી.
જેથી અગરિયા તેમના મીઠું પકવવાના પરંપરાગત સામુદાયિક અધિકારો અંગે સર્વે અને સેટલમેન્ટની પ્રક્રિયામાં રજૂઆત ના કરી શકવાના લીધે મંજુર થયેલા કેસની યાદીમાં સમાવવા રહી ગયા છે જેથી મીઠું પકવતા અગરિયા પરિવારોના બાવડાના જોરે મીઠું પકવવાના અધિકારીઓ અંગે વિચારણા કરી યાદીમાં સમાવેશ કરી પ્રશ્નનો ઉકેલ લાવવા માંગ કરી છે
ચાર જીલ્લાના કલેકટર દ્વારા વિઝીટ કરી અહેવાલ આપ્યો છે : કલેકટર મોરબી જીલ્લા કલેકટર જી ટી પંડ્યાએ જણાવ્યું હતું કે મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણ એમ ચાર જીલ્લામાં ઘુડખર અભયારણ્ય લાગુ પડે છે જ્યાં અગરિયાઓ મીઠું પકવતા હોય છે જેમાં માળિયા તાલુકાના ૦૪ અને હળવદ તાલુકાના ૦૯ ગામોમાં લાગુ પડે છે વાઈડ લાઈફ સેન્ચ્યુરી નોટીફીકેશન બહાર પાડી રીપોર્ટ કરાયો તે મુજબ અગરિયાઓને હક્ક આપવામાં આવ્યા છે હાલ ગ્રીન ટ્રીબ્યુનલમાં હિયરીંગ ચાલે છે અને ચારેય જીલ્લાના કલેકટર દ્વારા વિઝીટ કરી જીલ્લાના અહેવાલો સોપ્યા છે જેમાં નક્કી થયા મુજબ આગળની કાર્યવાહી કરાશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW