Tuesday, May 20, 2025

અમો પરમ્પરાગત અગરિયાઓ રણમાં મીઠું પકવવાના કાયમી અધિકાર માંગીએ છીએ ગાંધીનગર ખાતે રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

ગૂજરાત દેશને 73 ટકા મીઠું પૂરું પાડે છે. કચ્છનું નાનું રણ પરમ્પરાગત રીતે ગાંગડા વાળા મીઠાં માટે જાણીતું છે. અહીં સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જીલ્લા માં થી 8 માસ માટે પરમ્પરાગત અગરિયાઓ સ્થળાંતર કરી મીઠાની ખેતી કરે છે. સૌરાષ્ટ્રનું ગેઝેટીયર જેવા અનેક એતિહસિક દસ્તાવેજોમાં અગરિયા અને રણના મીઠાનો ઉલ્લેખ છે.
કચ્છ નું નાનુ રણ 1973 માં અભયારણ્ય તરીકે જાહેર થયું પણ સર્વે અને સેટલ મેંટ પ્રક્રિયા માં રહેલી ખામીના લીધે 50 વર્ષે પણ સદીઓ થી મીઠું પકવતાં અગરિયાઓ ના રણ માં જઈ ને 8 માસ માટે મીઠું પકવી આજીવિકા મેળવવાના અધિકારો સુનિશ્ચિત થયા નથી. પરિણામે આજે 50 વર્ષે પણ અગરિયાઓ ને “ગેર કાયદેસર” નું દૂષણ નો ભોગ બનવું પડે છે.
સાંતલપુર, માળિયા, હળવદ, ધાંગધ્રા અને પાટડી તાલુકાના અગરિયા ઓએ એમના ધારાસભ્યશ્રી ઓ ને મોટા પાયે રજુઆત કરતાં આજે તમામ ધારાસભ્યશ્રી ઓ અગરિયા આગેવાનો સાથે ગાંધીનગર માં પહોંચ્યા હતાં અને મુખ્ય મંત્રીશ્રી ને તેમજ શ્રમ મંત્રી શ્રી મુળુ ભાઈ બેરા ને રજુઆત કરી હતી.
“અમો સદીઓ થી મીઠું પકવીએ છીએ… અમારાથી ઘૂડખર ને કોઈ નુક્શાન નથી.. ઘૂડખર નું સંખ્યા સતત વધી છે. અમારો રોટલો રણ ઉપર છે. અને અમો 8 માસ માટે રણ માં જઈને મીઠું પકવવાના અમારા અધિકાર કાયમી માન્યતા મળે તે માટે આજે ગાંધીનગર આવ્યા છીએ”
રણના ફરતે આવેલાં 4 મતક્ષેત્રના ધારાસભ્યો શ્રી પી. કે. પરમાર, શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી. પ્રકાશભાઈ વરમોરા અને શ્રી લવિંગજી ભાઈ તમામા વિસ્તારના 60 જેટલા અગરિયા આગેવાનો સાથે વન મંત્રીશ્રી મુળુભાઇ બેરા અને ત્યાર બાદ મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને મલ્યા અને એક અવાજે રજુઆત કરી કે સદીઓથી મીઠું પકવતાં અગરિયાઓ ને 8માસ રણ માં જઈને મીઠું પકવવા ના કાયમી અધિકારો મળે.
નોંધનીય બાબત એ છે કે સર્વે અને સેટલમેન્ટ પ્રક્રીયા 1997 માં શરું થઈ પણ 25 વર્ષો માં આ પ્રક્રિયામાં રણનો કોઈ સર્વે કરેલ નથી. એટલે સાચા અગરિયા બાકાત રહી જાવ પામેલ છૅ.
આજે તમામ ધારાસભ્યશ્રીઓ એ કરેલ રજુઆત અને અગરિયા આગેવાનોને સાંભળ્યા બાદ મુખ્ય મંત્રીશ્રીએ બાહેંધરી આપી કે પરમ્પરાગત અગરિયા ઓના આજીવિકા ને રક્ષણ મળે, તેવી રીતે આ મુદ્દામાં સરકાર હકારાત્મક રિતે નિણર્ય લેશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW