Saturday, January 25, 2025

મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર યોજાયો

Advertisement

મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજેલ જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ. ઉપરાંત, મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં LPG ગેસનો વપરાશ થતો હોઈ, તેના હેન્ડલિંગ તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા-૧૯૪૮ અંતર્ગત આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉધોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, પુર્વ પ્રમુખ શ્રીઓ મુકેશભાઇ ઉઘરેજા નિલેષભાઇ જેતપરિયા, કિશોરભાઇ ભાલોડીયા તેમજ મોરબીની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર યુ.જે.રાવલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર.જી.ચૌધરી તથા અન્ય અધિકારી પી.એમ.કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવેલ.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW