માળીયામિયાણાના રણકાંઠાના વેણાસર ગામે સ્વ.નરેશભાઈ લાખાભાઇ ડાંગરના સ્મરણાર્થે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ચકલીઘર પણ વિતરણ કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં વેણાસર ગામમાં આશરે ૫૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ ડાંગર પરિવારના કનુભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતુ આ તકે પર્યાવરણ પ્રેમી બાલા સાહેબ તેમજ વેણાસર ગામના સરપંચ અરજણભાઇ હુંબલ તેમજ ગ્રામજનો સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકમને સફળ બનાવવા ડાંગર પરીવાર અને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગર પરીવાર દ્વારા તેમના પરીવારના સદસ્યની યાદ વૃક્ષોમાં ઉજાગર રહે અને છાંયડો બની અન્ય લોકોને વૃક્ષ કામ આવે તેવા ઉચ્ચ વિચારો થકી પ્રકૃતિના ખોળે વૃક્ષોને વાવી ગામમાં કાયમ તેઓની યાદે ધબકતી રહે તે માટે પરીવાર દ્વારા ૫૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા ચકલીઘર પણ વિતરણ કરી સમાજને પ્રેરણારૂપ સંદેશો આપ્યો હતો