Thursday, May 22, 2025

રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં ૩૦૩ માં ચાલતું જુગારધામ ઝડપી લેતી એ ડિવિજન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજાએ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં ૩૦૩ વાળો પોતાના રહેણાક ફલેટમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા સાત ઇસમો ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૧૬૪૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલા આરોપી –
(૧) પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા રહે.મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩:-(૨) નાગદેભાઇ મનસુખાઇ જોગીયાણી રહે,મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ધૈર્ય-એચ.- (૩) વનરાજભાઇ રમેશભાઇ મુજારીયા રહે.મોરબી રવાપર રોડ ધાયડી વિસ્તાર પાણીના ટાંકા પાસે (૪)રવીભાઇ રમેશભાઇ મુંજારીયા રહે.મોરબી રવાપર ગામ ધાયડી વિસ્તાર પાણીના ટાંકા પાસે (૫)સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા રહે.મોરબી રવાપર રોડ ચિત્રકુટ સોસાયટી (૬) વિજયભાઇ મનુભાઇ ગોગા રહે.મોરબી રવાપર ગામ ધાયડી વિસ્તાર (૭) હિરેનભાઇ મગનભાઇ મઠીયા રહે.મોરબી રવાપર રોડ ધાયડી વિસ્તાર

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW