મોરબી એસઓજી પોલીસ ના કોન્સ. માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગર તેમજ ASI કિશોરદાન ગંભીરદાન ગઢવીને બાતમી મળેલ કે, એક ઇસમ કાસમભાઇ જેડા રહે.માળીયા વાળો જેને શરીરે પીસ્તા કલરની ચોકડી વાળો શર્ટ તથા આછા દુધીયા કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે. તે ઇસમના હાથમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ગેલોપ્સ હોટલ ઝો પાસે આટાફેરા મારે છે.તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ કોર્ડન રેઇડ કરતા કરી નામ સરનામા વાળો ઇસમ દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી અટક કરી માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવતી મોરબી એસઓજી પોલીસ
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ
કાસમભાઇ ઉંમરભાઇ જેડા ઉવ.૨૮ ધંધો સેન્ટીંગ ની મજુરી રહે.માળીયા (મી) દાવલશા પીરના છલાની બાજુમાં તા.માળીયા જી.મોરબી,
પકડાયેલ મુદામાલની વિગત
ગે.કા.દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦/-